MCP દ્વારા AI સહાયકો સાથે વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડનો ઉપયોગ કરો
વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ MCP સર્વર AI સહાયકને તમારા બ્રાઉઝરમાં ચાલી રહેલી વાસ્તવિક પ્લેગ્રાઉન્ડ સાઇટ સાથે કનેક્ટ થવા દે છે. કનેક્શન સ્થપાયા પછી, તમે સહાયકને વર્ડપ્રેસ નેવિગેટ કરવા, પેજિસનું નિરીક્ષણ કરવા, સમસ્યાઓનું પુન રાવર્તન (reproduce) કરવા અને જે મળે તે સમજાવવા કહી શકો છો.
MCP સર્વરને ગોઠવવા અને કુદરતી ભાષા (natural language) દ્વારા પ્લેગ્રાઉન્ડ સાથે કામ કરવા માટે આ માર્ગદર્શિકાનો ઉપયોગ કરો. આર્કિટેક્ચરની વિગતો માટે, Connect AI coding agents to WordPress Playground with MCP જુઓ.
જ્યારે સાઇટ પોતે મહત્વપૂર્ણ હોય ત્યારે MCP સૌથી વધુ ઉપયોગી છે: સેવ કરેલું પ્લેગ્રાઉન્ડ, પર્સિસ્ટન્ટ બ્રાઉઝર-બેક્ડ સાઇટ, My WordPress-શૈલીની સાઇટ, અથવા એવો ડેમો જ્યાં તમે ઇચ્છો કે સહાયક બ્રાઉઝર માટે રિમોટ કંટ્રોલની જેમ કાર્ય કરે. જો તમે ટર્મિનલ-આધારિત કોડિંગ એજન્ટમાંથી કામ કરી રહ્યા હોવ અને તમને મુખ્યત્વે લોકલ ઓટોમેશનની જરૂર હોય, તો પ્લેગ્રાઉન્ડ CLI સામાન્ય રીતે વધુ સરળ અને સ્પષ્ટ છે.