વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ વિષે
વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ શું છે?
વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ એ એક પ્લેટફોર્મ છે જે તમને કોઈપણ ડિવાઈસ પર હોસ્ટ વગર તરત જ વર્ડપ્રેસ ચલાવવાની મંજૂરી આપે છે. તે તમને વર્ડપ્રેસ વિશે અજમાવવા અને શીખવા દે છે તમારી લાઈવ વેબસાઈટને અસર કર્યા વગર. આ એક વર્ચ્યુઅલ સેન્ડબોક્સ છે જ્યાં તમે અલગ અલગ ફીચર્સ, ડિઝાઈન અને સેટિંગ્સ સાથે સુરક્ષિત અને નિયંત્રિત વાતાવરણમાં અજમાવી શકો છો.
વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ એ બનાવવું, ટેસ્ટ કરવું અને લોન્ચ કરવું — આ બધું કરવા માટેનું તમ ારું સ્થાન છે:
- બિલ્ડ: વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ તમને વર્ડપ્રેસ સાથે પ્રોડક્ટ્સ બનાવવા મદદ કરી શકે છે. તેનો ઉપયોગ ત્યાંથી કરો જ્યાં તમે સારું કામ કરો છો, ભલે તે બ્રાઉઝર, Node.js, મોબાઇલ એપ્સ, VS કોડ, અથવા અન્ય ક્યાંય હોય.
- ટેસ્ટ: તમારા QA પ્રોસેસને વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ સાથે અપગ્રેડ કરો. તમારા પ્લગિન્સ અથવા થીમ્સને ઝડપથી ટેસ્ટ કરો, પ્રાઈવેટ સેન્ડબોક્સમાં અજમાવો, અને તમારા WP પ્લેગ્રાઉન્ડ ઇન્સ્ટન્સમાંથી કોઈપણ રેપો પર PRs બનાવો.
- લૉન્ચ: તમારા પ્રોડક્ટને બતાવવા માટે વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડનો ઉપયોગ કરો, યૂઝર્સને તેને લાઈવ અજમાવવા દો, અથવા એપ સ્ટોરમાં તેને ઝીરો લીડ ટાઈમ સાથે લૉન્ચ કરો.