મુખ્ય સામગ્રીને બાયપાસ કરો

વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ વેબ ઇન્સ્ટન્સ

https://playground.wordpress.net/ એ એક બહુહેતુક વેબ ટૂલ છે જે ડેવલોપર્સને બ્રાઉઝરમા વર્ડપ્રેસ ચલાવવાનો વિકલ્પ આપે છે — સર્વર વગર. આ એન્વાયરનમેન્ટ ખાસ કરીને પ્લગઈન્સ, થીમ્સ અને અન્ય વર્ડપ્રેસ સુવિધાઓનું ઝડપથી અને અસરકારક રીતે ટેસ્ટિંગ કરવા માટે ઉપયોગી છે.

કેટલીક મુખ્ય વિશેષતાઓ:

  • બ્રાઉઝર આધારિત: લોકલ સર્વર સેટઅપની જરૂર નથી.
  • ઇનસ્ટન્ટ સેટઅપ: એક ક્લિકમાં વર્ડપ્રેસ ચલાવો.
  • ટેસ્ટિંગ એન્વાયરનમેન્ટ: પ્લગઈન્સ અને થીમ્સ ટેસ્ટ કરવા માટે આદર્શ.

ક્વેરી પેરામ્સ API સાથે તમે સીધા અલગ પ્રકારની સેટિંગ્સ સાથે પ્લેગ્રાઉન્ડ ઇન્સ્ટન્સ લોડીંગ કરી શકો છો, જેમ કે વિશિષ્ટ વર્ડપ્રેસ વર્ઝન, થીમ કે પ્લગઇન પસંદ કરી શકો છો. વધુ જટિલ સેટઅપ્સ માટે બ્લુપ્રીન્ટનો ઉપયોગ પણ કરી શકાય છે (ઉદાહરણ માટે અહીં જુઓ).

પ્લેગ્રાઉન્ડ વેબસાઇટ પરથી અમુક ટૂલબાર વિકલ્પો પણ ઉપલબ્ધ છે, જેથી તમે તમારી પ્લેગ્રાઉન્ડ ઇન્સ્ટન્સને પોતાની રીતે કસ્ટમાઇઝ કરી શકો છો અને ઝડપી રીતમાં કેટલીક સૂચનાઓ અને યૂટિલિટીઝને ઍક્સેસ કરી શકો છો.

પ્લેગ્રાઉન્ડ ટૂલબાર સ્નેપશોટ

કસ્ટમાઈઝ પ્લેગ્રાઉન્ડ

આ ટૂલબારમાં તમને મળશે:

  • પ્લેગ્રાઉન્ડ સેટિંગ્સ: હાલની ઇન્સ્ટન્સ માટે રૂપરેખાંકન પેનલ, જેમ કે PHP અને વર્ડપ્રેસ વર્ઝન.
  • પ્લેગ્રાઉન્ડ મેનેજર: અનેક પ્લેગ્રાઉન્ડ ઇન્સ્ટન્સ મેનેજ કરવાની સુવિધા, સેવ કરવા, આયાત/નિકાસ જેવી સગવડ.

પ્લેગ્રાઉન્ડ સેટિંગ્સ

પ્લેગ્રાઉન્ડ ઇન્સ્ટન્સ પર કસ્ટમાઇઝ પ્લેગ્રાઉન્ડ વિન્ડોનો સ્નેપશોટ

સેટિંગ્સ પેનલમાંથી ઉપલબ્ધ વિકલ્પો નીચે મુજબનાં Query API options ને અનુરૂપ છે:

  • language: વર્ડપ્રેસ ઇન્સ્ટન્સ માટે ભાષા પસંદ કરો.
  • multisite: વર્ડપ્રેસ મલ્ટીસાઇટ સપોર્ટ એક્ટિવેટ કરો.
  • networking: વર્ડપ્રેસ પ્લગઇન ડિરેક્ટરી અને આંતરિક વર્ડપ્રેસ API માંથી ડેટા મેળવવાની મંજૂરી આપીને, નેટવર્ક ઍક્સેસ આપે છે.
  • php: ઇન્સ્ટન્સ માટે PHP વર્ઝન સ્પષ્ટ કરો.
  • wp: વર્ડપ્રેસ વર્ઝન નિર્ધારિત કરો.

પ્લેગ્રાઉન્ડ મેનેજર

પ્લેગ્રાઉન્ડ સેટિંગ્સ પેનલ યુઝર્સને બહુવિધ ઇન્સ્ટન્સ મેનેજ કરવાની મંજૂરી આપે છે.

આ પેનલ યુઝર્સને પ્લેગ્રાઉન્ડ ઇન્સ્ટન્સ મેનેજ કરવા માટે સક્ષમ કરે છે. તે સેવ કરેલા પ્લેગ્રાઉન્ડની યાદી દર્શાવે છે અને વર્તમાન પ્લેગ્રાઉન્ડની સેટિંગ્સની ઍક્સેસ પ્રદાન કરે છે, જેમાં તમારી ગોઠવણીઓને પછીથી ફરીથી લોડ કરવા માટે તમારા બ્રાઉઝરમાં સ્થાનિક રીતે સ્ટોર કરવા માટે એક Save Button પણ સામેલ છે.

સેવ પ્લેગ્રાઉન્ડ બટન

એકવાર તમે સેવ પર ક્લિક કરો, પછી એક ઇન્સ્ટન્સ જનરેટ થયેલા નામ સાથે સ્ટોર થશે, જેથી તેને ગમે ત્યારે ફરીથી જોઈ શકાય. પ્લેગ્રાઉન્ડ મેનેજરમાં વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ ઇન્સ્ટન્સને એક્સપોર્ટ (Additional actions menu) અને ઇમ્પોર્ટ (Import actions menu) કરવાના વિકલ્પો પણ છે.

એડિશનલ એક્શન્‍સ મેનુ

એડિશનલ એક્શન્‍સ મેનુ

  • પુલ રિક્વેસ્ટને ગિટહબમાં એક્સપોર્ટ કરો: આ વિકલ્પ તમને વર્ડપ્રેસ પ્લગિન્સ, થીમ્સ અને સંપૂર્ણ wp-content ડિરેક્ટરીઝને પુલ રિક્વેસ્ટ તરીકે કોઈપણ સાર્વજનિક ગિટહબ રિપોઝીટરીમાં નિકાસ કરવાની મંજૂરી આપે છે. આ વિકલ્પનો ઉપયોગ કરવા માટેનો ડેમો અહીં જુઓ.
  • ઝિપ તરીકે ડાઉનલોડ કરો: તે પ્લેગ્રાઉન્ડ ઇન્સ્ટન્સના સેટઅપ સાથે એક .zip ફાઇલ બનાવે છે, જેમાં ઇન્સ્ટોલ કરેલી કોઈપણ થીમ અથવા પ્લગિન્સ શામેલ હોય છે. આ .zip માં કન્ટેન્ટ અને ડેટાબેઝના ફેરફારો શામેલ હશે નહીં.
  • ભૂલની જાણ કરો: જો તમને WP પ્લેગ્રાઉન્ડમાં કોઈ સમસ્યા હોય, તો તમે આ વિકલ્પમાં ઉપલબ્ધ ફોર્મનો ઉપયોગ કરીને તેની જાણ કરી શકો છો. પ્લેગ્રાઉન્ડની પાછળની ડેવલપમેન્ટ ટીમ સાથે ભૂલની વિગતો શેર કરીને તમે પ્લેગ્રાઉન્ડની સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરી શકો છો.
  • બ્લુપ્રિન્ટ જુઓ: આ વિકલ્પ પ્લેગ્રાઉન્ડ ઇન્સ્ટન્સ માટે ઉપયોગમાં લેવાતી વર્તમાન બ્લુપ્રિન્ટને બ્લુપ્રિન્ટ્સ બિલ્ડર ટૂલ માં ખોલશે. આ ટૂલથી તમે બ્લુપ્રિન્ટને ઑનલાઇન એડિટ કરી શકશો અને બ્લુપ્રિન્ટના તમારા એડિટ કરેલા વર્ઝન સાથે એક નવું પ્લેગ્રાઉન્ડ ઇન્સ્ટન્સ રન કરી શકશો.

snapshot of Builder mode of WordPress Playground

ઇમ્પોર્ટ એક્શન મેનુ

ઇમ્પોર્ટ એક્શન મેનુ

  • ઝિપમાંથી ઇમ્પોર્ટ કરો: તે તમને "Download as Zip" વિકલ્પથી બનાવેલી કોઈપણ .zip ફાઇલનો ઉપયોગ કરીને પ્લેગ્રાઉન્ડ ઇન્સ્ટન્સને ફરીથી બનાવવા દે છે.
  • ગુટનબર્ગ પીઆરનું પૂર્વાવલોકન કરો: ટેસ્ટર્સને પુલ રિક્વેસ્ટનું તાત્કાલિક પરીક્ષણ કરવા માટે ગુટેનબર્ગ રીપોઝીટરીમાંથી બ્રાન્ચીસ ચલાવવાની મંજૂરી આપો.
  • ગિટહબમાંથી ઇમ્પોર્ટ કરો: આ વિકલ્પ તમને તમારા સાર્વજનિક ગિટહબ રિપોઝીટરીઝમાંથી સીધા જ પ્લગિન્સ, થીમ્સ અને wp-content ડિરેક્ટરીઝને ઇમ્પોર્ટ કરવાની મંજૂરી આપે છે. આ સુવિધાને સક્ષમ કરવા માટે, તમારા ગિટહબ એકાઉન્ટને વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરો.
સાવધાની

જે વેબસાઇટ https://playground.wordpress.net પર છે તે કોમ્યુનિટીને સહાય પૂરી પાડવા માટે છે, પરંતુ જો ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થાય તો તે કામ કરવાનું ચાલુ રાખશે તેવી કોઈ ગેરંટી નથી.

જો તમને ચોક્કસ ઉપલબ્ધતા જોઈતી હોય, તો તમારે તમારું પોતાનું વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ હોસ્ટ કરવું જોઈએ.