5 મિનિટમાં વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડનો ઉપયોગ શરૂ કરો
વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ તમને નીચેના પૈકી કોઈ પણ બાબતમાં મદદ કરી શકે છે:
આ પેજ તમને આ બધી બાબતોમાં માર્ગદર્શન આપશે. ઓહ, અને જો તમે દ્રશ્ય શીખનાર છો - તો અહીં એક વિડિઓ છે:
નવી વર્ડપ્રેસ સાઇટ શરૂ કરો
દરેક વખત જ્યારે તમે playground.wordpress.net પરનો સત્તાવાર ડેમો મુલાકાત લો છો, ત્યારે તમને નવી વર્ડપ્રેસ સાઇટ મળે છે.
ત્યારબાદ તમે પેજ બનાવી શકો છો, પ્લગઇન્સ અને થીમ્સ અપલોડ કરી શકો છો, તમારી પોતાની સાઇટ ઇમ્પોર્ટ કરી શકો છો અને મોટા ભાગની એવી બધી જ વસ્તુઓ કરી શકો છો જે તમે સામાન્ય વર્ડપ્રેસ પ ર કરતા હો.
શરૂઆત કરવી એટલી સરળ છે!
સંપૂર્ણ સાઇટ તમારા બ્રાઉઝરમાં જ ચાલે છે અને જ્યારે તમે ટેબ બંધ કરો છો ત્યારે કાઢી નાખવામાં આવે છે. ફરીથી શરૂ કરવું છે? ફક્ત પેજ રિફ્રેશ કરો!
તમે બનાવેલું બધું તમારા બ્રાઉઝરમાં જ રહે છે અને ક્યાંય મોકલવામાં આવતું નથી. તમે પૂર્ણ કરી લો પછી, તમે તમારી સાઇટને ZIP ફાઇલ તરીકે એક્સપોર્ટ કરી શકો છો. અથવા ફક્ત પેજ રિફ્રેશ કરીને ફરીથી શરૂ કરી શકો છો!