વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ ડોક્સ
શું તમે પ્લેગ્રાઉન્ડની સત્તાવાર વેબસાઇટ શોધી રહ્યા છો?
વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ વેબસાઇટ હવે wordpress.org/playground/પર ખસેડાઈ ગઈ છે. તમે જે સાઇટ પર છો તે હવે માર્ગદર્શિકા માટે છે.
👋 નમસ્તે! વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ માર્ગદર્શિકામાં આપનું સ્વાગત છે.
પ્લેગ્રાઉન્ડ એ વર્ડપ્રેસ વિશે પ્રયોગ કરવા અને શીખવા માટેનું એક ઓનલાઈન સાધન છે. આ સાઇટ (માર્ગદર્શિકા) એ એવી જગ્યા છે જ્યાં તમને પ્લેગ્રાઉન્ડનો ઉપયોગ શરૂ કરવા માટે જરૂરી બધી માહિતી મળશે.
વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ માર્ગદર્શિકા ચાર અલગ હબ (સબસાઇટ્સ) માં વિતરિત થયેલ છે:
- 👉 માર્ગદર્શિકા (તમે અહીં છો) – WP પ્લેગ્રાઉન્ડનો પરિચય, શરૂઆતની માર્ગદર્શિકાઓ અને WP પ્લેગ્રાઉન્ડ ડોક્સમાં તમારા પ્રવેશ બિંદુ.
- બ્લુપ્રિન્ટ્સ – બ્લુપ્રિન્ટ્સ એ તમારા વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ ઇન્સ્ટન્સને સેટ કરવા માટે JSON ફાઇલો છે. બ્લુપ્રિન્ટ્સ ડોક્સ હબમાંથી તેમની શક્યતાઓ વિશે જાણો.
- ડેવલપર્સ – વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ એક પ્રોગ્રામેબલ ટૂલ તરીકે બનાવવામાં આવ્યું હતું. ડેવલપર્સ ડોક્સ હબમાં તમારા કોડમાંથી તમે તેની સાથે શું કરી શકો તે બધું શોધો.
- API સંદર્ભ – વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ દ્વારા ઉપલબ્ધ તમામ API માટેની જાણકારી