ટેસ્ટ
તમારી QA પ્રક્રિયાને અપગ્રેડ કરો, તમારા બ્રાઉઝરમાં સિંગલ ક્લિકમાં પ્રગતિની સમીક્ષા કરવાની ક્ષમતા સાથે. જ્યારે તમે તૈયાર હોવ, ત્યારે તરત જ અપડેટ્સ પુશ કરો.
કોઈપણ થીમ અથવા પ્લગઇનનું ટેસ્ટ કરો
પ્લેગ્રાઉન્ડ સાથે, તમે કોઈપણ પ્લગઇન અથવા થીમનું ટેસ્ટ કરી શકો છો. વર્ડપ્રેસ.ઓર્ગ પ્લગઇન્સ અને થીમ્સ ડિરેક્ટરીઓમાં પ્રકાશિત કોઈપણ પ્લગઇ ન અથવા થીમને ઝડપથી લોડ કરવા માટે ક્વેરી API નો ઉપયોગ કરો.
ઉદાહરણ તરીકે, નીચેની લિંક પ્લેગ્રાઉન્ડ ઇન્સ્ટન્સ પર "pendant" થીમ અને "gutenberg" પ્લગઇન લોડ કરશે:
https://playground.wordpress.net/?theme=pendant&plugin=gutenberg
પરંતુ તમે બ્લુપ્રિન્ટ્સનો ઉપયોગ કરીને વધુ વિસ્તૃત કોન્ફિગરેશન્સ નું પણ ટેસ્ટ કરી શકો છો, ઉદાહરણ તરીકે જિસ્ટમાંથી પ્લગઇનના કોડનું ટેસ્ટિંગ (જુઓ બ્લુપ્રિન્ટ અને લાઈવ ડેમો)
પુલ રિક્વેસ્ટ્સનું લાઈવ પ્રિવ્યુ જુઓ
પુલ રિક્વેસ્ટ્સનું ટેસ્ટિંગ પ્લેગ્રાઉન્ડ પ્રોજેક્ટના સૌથી રોમાંચક યુઝ કેસિસમાંનો એક છે. પ્લેગ્રાઉન્ડ સાથે, તમે GitHub પરના વર્ડપ્રેસ-સંબંધિત પ્રોજેક્ટની દરેક પુલ રિક્વેસ્ટ પર લાઈવ પ્રિવ્યુ લિંક સક્ષમ કરી શકો છો જેથી ડેવલપર્સ તે પુલ રિક્વેસ્ટમાંના કોડના અસરોને ક્રિયામાં જોઈ શકે. આ વિશે વધુ વાંચો પ્લેગ્રાઉન્ડ સાથે વર્ડપ્રેસ કોર પુલ રિક્વેસ્ટ્સનું પ્રિવ્યુ જુઓ પર.
આ યુઝ કેસના કેટલાક જાહેર અમલીકરણો છે જેમ કે વર્ડપ્રેસ કોર PR પ્રિવ્યુ અર અને ગુટેનબર્ગ PR પ્રિવ્યુઅर. વપરાશકર્તાઓ PR નંબર અથવા URL ઇનપુટ કરી શકે છે જેથી તેમને વર્ડપ્રેસ ઇન્સ્ટન્સ પર રીડાયરેક્ટ કરવામાં આવે, જે પ્લેગ્રાઉન્ડ દ્વારા સંચાલિત છે, જ્યાં PR માંથી ફેરફારો લાગુ કરવામાં આવે છે.
WP પ્લેગ્રાઉન્ડ PR પ્રિવ્યુ જેવી GitHub એક્શન્સ તમને કોઈપણ રીપોઝિટરી પર WP પ્લેગ્રાઉન્ડ દ્વારા સંચાલિત PR પ્રિવ્યુઝ ઉમેરવાની મંજૂરી આપે છે. ઉદાહરણ તરીકે, આ સુવિધા WordPress/twentytwentyfive રીપોઝિટરીમાં સક્ષમ કરવામાં આવી હતી.