બિલ્ડ
વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ તમને ઝડપથી બનાવવા અને શીખવામાં મદદ કરી શકે છે, ભલે મોબાઇલ પર સિગ્નલ ન હોય ત્યારે પણ. તમે પ્લેગ્રાઉન્ડનો ઉપયોગ ત્યાં કરી શકો છો જ્યાં તમે સારું કામ કરો છો — પછી તે બ્રાઉઝર હોય, Node.js, મોબાઇલ એપ્સ, VS કોડ અથવા અન્ય ક્યાંય.
ઝડપથી લોકલ વર્ડપ્રેસ એન્વાયરમેન્ટ સેટ કરવું
તમે તમારા ડેવલપમેન્ટ વર્કફ્લોમાં પ્લેગ્રાઉન્ડને સરળતાથી ઇન્ટિગ્રેટ કરી શકો છો, જેથી કોડ ટેસ્ટ કરવા માટે તમે ઝડપથી લોકલ વર્ડપ્રેસ એન્વાયરમેન્ટ લોન્ચ કરી શકો. તમે આ સીધા જ ટર્મિનલમાંથી અથવા તમારા પસંદગીના IDE માંથી કરી શકો છો.
બ્લોક થીમ પર કરેલા ફેરફારો સાચવો અને GitHub Pull Requests બનાવો
તમે તમારી પ્લેગ્રાઉન્ડ ઇન્સ્ટન્સને GitHub રેપોઝિટરી સાથે કનેક્ટ કરી શકો છો અને વર્ડપ્રેસ UI મારફતે કરેલા ફેરફારો સાથે Pull Request બનાવી શકો છો, Create Block Theme પ્લગિનનો ઉપયોગ કરીને.
આ વર્કફ્લો સાથે, તમે તમારા બ્રાઉઝરમાં જ સંપૂર્ણ બ્લોક થીમ બિલ્ડ કરી શકો છો અને તમારા ફેરફારો GitHub પર સાચવી શકો છો, અથવા કોઈ હાલની થીમન ે સુધારી/ફિક્સ કરી શકો છો.
આ વર્કફ્લોના થોડા વધુ ઉદાહરણો:
- ડેવલપર અવર્સ: ટેસ્ટિંગ અને ડેમોઝ માટે વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ બ્લૂપ્રિન્ટ્સ બનાવવું
- રીકૅપ હોલવે હેંગઆઉટ: પ્લેગ્રાઉન્ડ સાથે થીમ બિલ્ડિંગ, ક્રિએટ-બ્લોક-થીમ પ્લગિન અને GitHub